Headlines

‘નવા પપ્પા’ ફિલ્મનું ટોટલ 3 દિવસનું બોક્સ ઓફીસ કલેક્શન

કોકોનટ મોશન પિક્ચર્સની નવી પારિવારિક કોમેડી ગુજરાતી ફિલ્મ ‘નવા પપ્પા’ બોક્સ ઓફીસ પર સંઘર્ષ કરી રહી છે. ફિલ્મ પહેલા દિવસથી જ જોઈએ તેવું કલેક્શન મેળવવામાં નિષ્ફળ રહી છે. પ્રથમ દિવસે આ ફિલ્મે લગભગ ફક્ત 5 લાખનું કલેક્શન કરેલું. શનિ – રવિમાં પણ આ ફિલ્મના બોક્સ ઓફીસ કલેકશનમાં ખાસ વધારો જોવા મળ્યો નથી. શનિવારે આ ફિલ્મે લગભગ 5 લાખ અને રવિવારે લગભગ 9 લાખનું કલેક્શન મેળવ્યું છે. એટલે ટોટલ ૩ દિવસમાં આ ફિલ્મે ફક્ત 19 લાખની કમાણી કરી છે, જે અત્યાર સુધીમાં આ પ્રોડક્શન હાઉસની ફિલ્મોની સરખામણીએ ઘણી ઓછી કહી શકાય.

Nava Pappa Gujarati Movie Box Office Collection

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *