Headlines

શેમારુમી ગુજરાતી પર રજુ થયેલ ફિલ્મ ‘પેન્ટાગોન – એક પ્ર-પંચકોણ’ ના રીવ્યુ.

સસ્પેન્સથી ભરપુર ગુજરાતી ફિલ્મ ‘પેન્ટાગોન – એક પ્રપંચકોણ’ શેમારુમી ગુજરાતીના OTT પર રજુ થઇ ગઈ છે. આ ફિલ્મ લીમીટેડ થીયેટરમાં રજુ થયેલી હોવાથી ત્યારે રીવ્યુ થઇ શક્યા ન હતા, પરંતુ હવે જયારે આ ફિલ્મ OTT પર અવેલેબલ છે, એટલે હવે આ ફિલ્મ જોવા માટે ખરેખર સમય આપવો જોઈએ કે નહિ તેના વિષે વાત કરીએ.

આ ફિલ્મની લંબાઈ લગભગ એક કલાક અને બેતાલીસ મિનીટ છે. ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો ‘ધ ઠાકુર’ એટલે કે અજાતશત્રુ ઠાકુર નામનો એક વ્યક્તિ જે ખુબ જ પહોંચેલી માયા છે. તે પોતાના પૈસાના પાવરથી ભલભલાને પોતાની સત્તા નીચે લાવવામાં માને છે. તેને એક રિસોર્ટમાં ખરીદવામાં રસ હોય છે અને તે એ રિસોર્ટમાં પ્રાઈવેટ વેકેશન મનાવવા આવે છે, જ્યાં બીજા દિવસે બાથરૂમમાં તેની લાશ મળી આવે છે. ખૂન થાય એટલે સ્વાભાવિક રીતે જ પોલીસ ઇન્વેસ્ટીગેશન શરુ થાય. ધ ઠાકુરના ખૂનની તપાસ માટે એન્ટ્રી થાય છે ઇન્સ્પેકટર અભિજિત રાણાની. રાણાના ઇન્વેસ્ટીગેશનમાં ટોટલ સાત વ્યક્તિઓ શકમંદ લાગી રહ્યા છે. એટલે હવે આવા પાવરફુલ વ્યક્તિનું ખૂન કોણે અને શા માટે કર્યું તે જાણવા તમારે આ ફિલ્મ જોવી જોઈએ.

આ ફિલ્મ હવે OTT પર અવેલેબલ હોવાથી તમે ફ્રી હો ત્યારે જોઈ શકો તેમ છો, તો ખરેખર તમારે તમારો સમય આ ફિલ્મ માટે કાઢવો જોઈએ કે નહિ તેની સીધી વાત રેટિંગ દરમિયાન કરીએ. આ ફિલ્મને પાંચમાંથી બે સ્ટાર આપી શકાય, જેમાં એક સ્ટાર ફિલ્મના કન્સેપ્ટ માટે આપી શકાય, અને એક સ્ટાર ફિલ્મમાં ઉભું કરવામાં આવેલ સસ્પેન્સ અને કલાઇમેકસમાં જે થીયરી સમજાવવાનો પ્રયત્ન છે તેના માટે આપી શકાય. માઈનસ પોઈન્ટ તરીકે એક સ્ટાર એવરેજ પ્રકારના ડીરેક્શન માટે, એક સ્ટાર દરેક કલાકારના એવરેજ પરફોર્મન્સ માટે અને એક સ્ટાર ઓવરઓલ ફિલ્મની એમેચ્યોર લાગતી પ્રોડક્શન વેલ્યુ માટે કાપવો જોઈએ.

ટૂંકમાં વાત કરીએ આ એક એમેચ્યોર પ્રકારની ફિલ્મ છે જે ખરેખર થીયેટર કરતા OTT માટે જ બની છે, એટલે કે જો તમે સાવ ફ્રી છો અને ગુજરાતીમાં સસ્પેન્સ પ્રકારની ફિલ્મ જોવાની ઈચ્છા હોય તો પેન્ટાગોન તમારો સમય સારી રીતે પસાર તો કરી જ આપશે. ફિલ્મમાં ઘણી બધી ભૂલો છે, ખાસ તો ઘણી જગ્યા એ લોજીકનો અભાવ લાગશે છતાં, ઓવરઓલ ફિલ્મ તમારો સમય પસાર કરી આપશે, એટલે ફ્રી ટાઇમમાં આ ફિલ્મ જોઈ શકાય.

તમે પેન્ટાગોન જોઈ લીધી હોય તો તમે ફિલ્મને કેટલા સ્ટાર આપશો તે કમેન્ટમાં જણાવજો.

Pentagon Gujarati Movie 2022/2023 Review

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *