પહેલી નજરે કોઈ બોલીવુડ કે સાઉથની ફિલ્મ જેવું લાગતું એક ટીઝર રજુ થયું છે જેનું નામ છે – વેલકમ પૂર્ણિમા. ગુજરાતી ફિલ્મોની ગુણવત્તા હવે દિવસે દિવસે સારી થતી જાય છે તેનું આ ટીઝર ઉત્તમ ઉદાહરણ કહી શકાય. 56 સેકન્ડના ટીઝરમાં એક પણ ડાયલોગ નથી, પરંતુ બીજીએમ એટલું જબરદસ્ત છે કે લાગે જ નહિ કે આ કોઈ ગુજરાતી ફિલ્મનું ટીઝર હોઈ શકે.
ટીઝર નાનું છે એટલે ફિલ્મ વિષે વધારે ડીટેલ તો મળતી નથી, પરંતુ જે તાંત્રિક અને બિહામણા દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેના પરથી એટલું કહી શકાય કે આ ફિલ્મ કદાચ ડરાવશે જરૂર, કેમકે જે રીતનું હોરર ટીઝરમાં જોવા મળી રહ્યું છે તે ઈમ્પ્રેસ કરે તેવું છે.
ઘણી વાર જે દેખાતું હોય તે નથી હોતું અને જે નથી દેખાતું તે હોય છે. આ ફિલ્મના ટીઝરમાં ડરામણા સીન જોવા મળી રહ્યા છે એટલે હોરર તો છે જ, પરંતુ સાથે આ ફિલ્મમાં કોમેડી પણ જોરદાર હશે, કેમકે આ એક હોરર કોમેડી ફિલ્મ છે. હમણાં જ આવેલી સાયકોથ્રીલર ફિલ્મ વશ જોઇને તમે ડરી ગયા હો તો જણાવીએ કે એ ફિલ્મનો કન્સેપ્ટ જાણીતા એક્ટર ચેતન દૈયા નો હતો અને હવે આ ફિલ્મમાં તેમણે સ્ટોરી, ડાયલોગ્સ અને સ્ક્રીનપ્લે લખ્યા છે. આ ફિલ્મમાં ઘણા જાણીતા કલાકારોનો કાફલો જોવા મળવાનો છે. આ ફિલ્મ મે ૨૦૨૩ માં રજુ થવાની છે.
Welcome Purnima Gujarati Movie 2023