ફિલ્મો જોવાના શોખને કારણે અને ખાસ તો ગુજરાતી ફિલ્મોને લોકો સુધી પાહોંચાડવા માટે ‘ફિલ્મ રીવ્યુ ગુજરાતી’ યુટ્યુબ ચેનલની શરૂઆત થઇ. 15 ઓગસ્ટ 2019 ના દિવસે ગુજરાતી ફિલ્મ ‘મોન્ટુ ની બુટ્ટુ’ ના ટ્રેલર રીવ્યુથી ચેનલની શરૂઆત થયેલી. શરૂઆતમાં ચેનલનું નામ ‘ગુજ્જુ ફિલ્મ રીવ્યુ’ રાખવામાં આવ્યું, પરંતુ ગુજ્જુ શબ્દ થોડો કોમન લાગવાથી સિમ્પલ નામ ‘ફિલ્મ રીવ્યુ ગુજરાતી’ જ નક્કી થયું.
2012 થી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક નવો શબ્દ ઉમેરાયો ‘અર્બન ગુજરાતી મુવી’. ગુજરાતી મેકર્સ આધુનિક વાર્તાઓ પર ફિલ્મ બનાવવા લાગ્યા, જેમાં અમુક ફિલ્મો દર્શકો સુધી પહોંચી, પરંતુ બાકી ઘણી સારી ફિલ્મો વિષે દર્શકોને ખબર જ ન હોવાથી બોક્સ ઓફીસ પર ભાગ્યે જ કોઈ ગુજરાતી ફિલ્મો સફળ થતી. 2015 માં આવેલ ‘છેલ્લો દિવસ’ ફિલ્મને કારણે ફરી એકવાર લાગ્યું કે હવે દર્શકો ગુજરાતી ફિલ્મો જોવા લાગશે, પરંતુ ફરી એકવાર બીજી બધી ફિલ્મોને જોઈએ તેટલા દર્શકો મળ્યા નહિ. આમાં ક્યાંકને ક્યાંક મેકર્સનો પણ વાંક કહી શકાય, કેમકે ગુજરાતી ફિલ્મોનું જોઈએ તેવું પ્રમોશન થતું નથી.
ગુજરાતી ભાષાની ફિલ્મોને લોકો જુએ એ માટે અમારી ટીમ દ્વારા નક્કી થયું કે ફકતને ફક્ત ગુજરાતી ફિલ્મો અને વેબસીરીઝના રીવ્યુ ધરાવતી એક ચેનલ હોવી જોઈએ. આ વિચારને કારણે ‘ફિલ્મ રીવ્યુ ગુજરાતી’ની શરૂઆત થઇ. અમારા રીવ્યુમાં મોટેભાગે થોડા ઘણા અંશે ફિલ્મોના પલ્સ પોઈન્ટને ટાર્ગેટ કરી રીવ્યુ કરવામાં આવ્યા છે. નેગેટીવ પોઈન્ટને થોડા ઓછા હાઈલાઈટ કરી બને એટલા ઓનેસ્ટ રીવ્યુ આપવાનો પ્રયાસ રહ્યો છે. જોકે 2022માં લગભગ 100 જેટલી ફિલ્મો રજુ થઇ હોવાથી, 2023 થી અમે હવે ફિલ્મોને રેટિંગ આપવા શરુ કર્યા છે, જેમાં ફિલ્મની સ્ટોરી, પ્રોડક્શન વેલ્યુ, મ્યુઝીક, એક્ટિંગ અને બીજા દરેક પાસાને ધ્યાનમાં રાખી રેટિંગ આપવાનો પ્રયાસ રહ્યો છે. અમે જયારે ચેનલ શરુ કરેલી ત્યારે કદાચ 2 કે 3 જ વ્યક્તિઓ અથવા ચેનલ હતી જેના માધ્યમથી ગુજરાતી ફિલ્મોના રીવ્યુ મળતા, અને હવે તો લગભગ આ આંકડો 10 -15 જેટલી ચેનલનો થઇ ગયો છે.
અમારા દ્વારા ફક્ત ફિલ્મો અને સીરીઝના રીવ્યુ જ નહિ, પરંતુ જેટલી બને તેટલી માહિતી ઉપલબ્ધ થઇ રહે તેવા સતત પ્રયાસ રહ્યા છે, અને એટલે જ કદાચ હાલમાં ગુજરાતી ફિલ્મોના રીવ્યુમાં અમારી ચેનલ ટોપ પર છે. યુટ્યુબના માધ્યમથી તો અમે તમને સતત માહિતી આપતા જ રહીએ છીએ, પરંતુ હવે અમારો પ્રયાસ છે કે ગુજરાતીમાં બનતી દરેક ફિલ્મો અને વેબસીરીઝ તથા ફિલ્મો સાથે સંકળાયેલા દરેક આર્ટીસ્ટની લેટેસ્ટ અપડેટ અમે તમને આપીએ. આવી અપડેટ વીડિયોના માધ્યમથી આપવી શક્ય ન હોવાથી હવે અમે વેબસાઈટ શરુ કરી છે, જેમાં તમને ગુજરાતી ઇન્ડસ્ટ્રીની લેટેસ્ટ માહિતી, સાથે પોસ્ટર, ટીઝર, ટ્રેલર અને મુવીના રીવ્યુ બધું જ એક જ જગ્યા એ મળી રહેશે.