Headlines

ગુજ્જુભાઈની નવી ફિલ્મ આવી રહી છે – ‘બુશર્ટ ટીશર્ટ’

ગયા વર્ષે બોક્સ ઓફીસ પર સૌથી સફળ થયેલ ગુજરાતી ફિલ્મ ‘કહેવતલાલ પરિવાર’ બાદ ગુજ્જુભાઈ તરીકે વધારે જાણીતા અભિનેતા સિદ્ધાર્થ રન્દેલીયા ફરી એક નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે જેનું નામ છે ‘બુશર્ટ ટીશર્ટ’. કોકોનટ મોશન પિક્ચર્સના બેનર હેઠળ બનેલ આ પારિવારિક ફિલ્મમાં સિદ્ધાર્થભાઈ સાથે મુખ્ય રોલમાં કમલેશ ઓઝા જોવા મળવાના છે. કમલેશની આ કદાચ પહેલી ગુજરાતી ફિલ્મ છે, પરંતુ તેમણે ઘણી બોલીવુડની ફિલ્મો અને સીરીયલમાં કામ કરેલું છે તથા ઘણા સફળ ગુજરાતી નાટકો પણ કરેલા છે. આ બંને મુખ્ય કલાકારોના લુક ફિલ્મના મોશન પોસ્ટરમાં જોવા મળી રહ્યા છે, જે જોઇને એવું લાગી રહ્યું છે કે બંને જણા એકબીજાના કેરેક્ટરની અદલાબદલી કરવાના હશે. સિદ્ધાર્થભાઈ અને કમલેશ સાથે આ ફિલ્મમાં વંદના પાઠક, હાર્દિક સાંઘાણી, ભક્તિ કુબાવત, સુનીલ વિશ્રાણી, મુની ઝા, રીવા રચ્છ અને બીજા ઘણા જાણીતા કલાકારો જોવા મળશે. આ ફિલ્મનું સંગીત તૈયાર કર્યું છે સચિન જીગરે. આ એક પારિવારિક કોમેડી ફિલ્મ હશે તી તો પોસ્ટર જોઇને જ ખ્યાલ આવી જાય છે. આ ફિલ્મના ડીરેક્ટર છે ઇશાન રાંદેરિયા. જેમણે આના પહેલા તેમના પપ્પા સિદ્ધાર્થભાઈ સાથે ગુજ્જુભાઈ ધ ગ્રેટ અને ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ નામની બે સફળ ફિલ્મો બનાવી છે. આ ફિલ્મ 5 મે ના રોજ રીલીઝ થવાની હોવાથી ટૂંક સમયમાં જ ફિલ્મનું ટીઝર, ટ્રેલર અને ગીતો રીલીઝ થશે.

Siddharth Randelia’s New Gujarati Movie – Bushirt T-Shirt Official Motion Poster | Release Date – 5th May 2023

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *