ગયા વર્ષની સૌથી ખર્ચાળ ગુજરાતી ફિલ્મ ‘રાડો’ બોક્સ ઓફીસ પર ડીઝાસ્ટર સાબિત થયેલી, પરંતુ આ ફિલ્મ જેટલા લોકોએ જોયેલી તેમને ખુબ ગમી હતી. ખાસ તો આ પ્રકારની ગુજરાતી ફિલ્મ અત્યાર સુધીમાં બની ન હતી. ફિલ્મ જોયા બાદ મોટાભાગના દર્શકોનો મત એવો હતો કે ગુજરાતી ફિલ્મો હવે બોલીવુડ અને સાઉથની ફિલ્મોને ટક્કર આપી શકે તેવી બનતી થઇ ગઈ છે. આ ફિલ્મ ટૂંક જ સમયમાં ઘરે બેઠા જોવા મળવાની છે. ક્યાં અને કેવી રીતે તો જવાબ સિમ્પલ છે. ગુજરાતી ફિલ્મો ઘરે બેઠા જોવા માટેનું એકમાત્ર સરનામું એટલે શેમારુ મી. આ પ્લેટફોર્મ પર લગભગ દરેક નવી અને સફળ ફિલ્મો રજુ થતી રહે છે. હમણાં આવેલી ‘આગંતુક’ હવે તમને શેમારુમી પર જોવા મળી રહેશે. ‘રાડો’ અને ‘વશ’ બંને ફિલ્મો શેમારુમી પર લગભગ એપ્રિલ ૨૦૨૩ માં જોવા મળી રહેશે.
-
2023ની નંબર 1 ગુજરાતી ફિલ્મનું ટ્રેલર રજુ થઇ ગયું છે.
આ વર્ષે બોક્સઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થાય તેવી ફિલ્મનું ટ્રેલર રજુ થઇ ગયું છે જેનું નામ છે – બુશર્ટ ટીશર્ટ.ગુજ્જુભાઈ તરીકે ઘરે ઘરે જાણીતા સિદ્ધાર્થભાઈ અને કોકોનટ મોશન પિક્ચર્સની આ પારિવારિક ધમાલ કોમેડી ફિલ્મ બોક્સ ઓફીસ પર નવા રેકોર્ડ સર્જશે તે વાત ટ્રેલર પરથી જ કહી શકાય તેવી છે. કન્સેપ્ટ, પ્રોડક્શન વેલ્યુ, સચિન જીગરનું મ્યુઝીક…
-
શેમારુમી ગુજરાતી પર રજુ થયેલ ફિલ્મ ‘પેન્ટાગોન – એક પ્ર-પંચકોણ’ ના રીવ્યુ.
સસ્પેન્સથી ભરપુર ગુજરાતી ફિલ્મ ‘પેન્ટાગોન – એક પ્રપંચકોણ’ શેમારુમી ગુજરાતીના OTT પર રજુ થઇ ગઈ છે. આ ફિલ્મ લીમીટેડ થીયેટરમાં રજુ થયેલી હોવાથી ત્યારે રીવ્યુ થઇ શક્યા ન હતા, પરંતુ હવે જયારે આ ફિલ્મ OTT પર અવેલેબલ છે, એટલે હવે આ ફિલ્મ જોવા માટે ખરેખર સમય આપવો જોઈએ કે નહિ તેના વિષે વાત કરીએ. આ…
- 2023 Movies
- 2023 Web Series
- Box Office Collation
- Latest Update
- Movie Review
- Official Poster
- Official Teaser
- Official Trailer
- Trailer Review
- Web Series Review
ગુજરાતી ફિલ્મો અને વેબસીરીઝની લેટેસ્ટ માહિતી માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ – 'ફિલ્મ રીવ્યુ ગુજરાતી'