‘શેમારુમી ગુજરાતી’ પર ‘લાયબ્રેરી – એક અનોખી વાર્તા’ નામની વેબસીરીઝ ટૂંક સમયમાં આવી રહી છે. આ સીરીઝનું ઓફીશીયલ પોસ્ટર રજુ થઇ ગયું છે.
આ સીરીઝના રાઈટર – ડીરેક્ટર છે જસ્મીન ભટ્ટ. ભાવનગરના રહેવાસી જસ્મીન ભટ્ટની ડીરેક્ટર તરીકે આ પહેલી વેબસીરીઝ છે, આના પહેલા ‘એક સંબંધ એવો પણ’ નામની બુક તેમણે લખેલી છે. સીરીઝના પોસ્ટરમાં લાયબ્રેરીમાં ચાર યુવાન પાત્રો જોવા મળી રહ્યા છે. પોસ્ટરના કલર અને ક્રીએશન પરથી એવું લાગી રહ્યું છે કે સીરીઝ ઇન્ટરેસ્ટીંગ હશે. આ સીરીઝમાં મુખ્ય કલાકારોમાં દીર્ઘ જોશી, દીપ ત્રિવેદી, રીધમ રાજગુરુ અને રિયા તથા બીજા નવોદિત કલાકારો જોવા મળવાના છે. ફિલ્મના મેકર્સ અને સ્ટારકાસ્ટ મોટાભાગના ભાવનગરના જ છે. હાલ ફક્ત આ સીરીઝનું પોસ્ટર રજુ થયું છે જેની સાથે જાણવા મળે છે કે આ સીરીઝ શેમાંરુમી પર રજુ થશે. ઓફીશીયલ પોસ્ટર રજુ થઇ ગયું હોવાથી ટૂંક સમયમાં જ સિરીઝની રીલીઝ ડેટ જાહેર કરતુ ટીઝર અથવા ટ્રેલર જોવા મળી રહેશે.
Let’s unleash the first look of the poster together… "Exciting news!" We’re thrilled to announce the launch of our brand new web series "Library - Ek Anokhi Vaarta"! Join us on this journey as we explore the captivating story of a library and the unique tales hidden within its walls. Our team has worked tirelessly to bring this project to life, and we can’t wait for you to see it! Keep an eye out for updates on our official release date. - Jasmin Bhatt (Director of - "Library - Ek Anokhi Vaarta")