Headlines

વર્સેટાઈલ એક્ટર ચેતન દૈયાની નવી ફિલ્મનું પોસ્ટર રજુ થયું.

ગુજરાતના વર્સેટાઈલ એક્ટર ચેતન દૈયાની એક ફિલ્મ આવી રહી છે જેનું નામ છે રુદન. ગુજોત્સવ પ્રોડક્શનના બેનર હેઠળ બનેલ આ ફિલ્મનું ઓફીશીયલ પોસ્ટર રજુ થઇ ગયું છે.
ફિલ્મનું પોસ્ટર જોતા લાગી રહ્યું છે કે આ એક સસ્પેન્સ થ્રીલર ફિલ્મ હોઈ શકે, કેમકે ફિલ્મના ત્રણ મુખ્ય કલાકારો ચેતન દૈયા, જીતેન્દ્ર ઠક્કર અને ભાવિની જાની સાથે બીજા ચાર નવોદિત કલાકારો અને એક બંદુક પોસ્ટરમાં દેખાય છે. આ ફિલ્મના નિર્માતા છે રમેશ પ્રજાપતિ. ગુજોત્સવ બેનર હેઠળ બનેલ આ બીજી ફિલ્મ છે આના પહેલા આ પ્રોડક્શન હેઠળ સાયકોલોજીકલ થ્રીલર ફિલ્મ રક્તબીજ રજુ થયેલી. ફિલ્મના રાઈટર ડીરેક્ટર છે અખિલ કોટક, જેમણે આના પહેલા લવ યુ પપ્પા અને 2G એપાર્ટમેન્ટ નામની ફિલ્મો આપેલી છે. આ ફિલ્મ 12 મે ૨૦૨૩ ના રોજ રીલીઝ થવાની હોવાથી ટૂંક સમયમાં જ ફિલ્મનું ટીઝર કે ટ્રેલર પણ જોવા મળી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *