લવસ્ટોરી ધરાવતી એક ગુજરાતી ફિલ્મનું ટાઈટલ એનાઉન્સમેન્ટ કરતુ ટીઝર રજુ થયું છે જેનું નામ છે – રંગાઈ જાને. આ ટીઝરમાં ફિલ્મના મુખ્ય કલાકારો કુલદીપ ગોર અને આંચલ શાહ જોવા મળે છે. ટીઝરમાં એક રોમેન્ટિક કવિતા કુલદીપ ગોરના અવાજમાં સાંભળવા મળે છે. આ ફિલ્મના રાઈટર ડીરેક્ટર છે – સન્નીકુમાર, જેમણે આના પહેલા ધન ધતુડી પતુડી નામની જોરદાર કોમેડી ફિલ્મ બનાવેલી છે. ‘રંગાઈ જાને’ ફિલ્મમાં કુલદીપ અને આંચલ સાથે રાજુલ દિવાન, ચેતન દૈયા, ભાવિની જાની, પીન્કી પરીખ, આકાશ ઝાલા, જીતેન્દ્ર ઠક્કર, હેમાંગ શાહ, હરેશ દગીયા, ત્વીશા ભટ્ટ, કરીના પાઠક, અનુપ સોની, અર્ચન ત્રિવેદી, અમિત ગલાની, ગઝેન ત્રિવેદી, કુશલ કલાલ, વિશાલ દેસાઈ અને બીજા ઘણા કલાકારો જોવા મળવાના છે.
બ્લેકઓશન સીનેમીડીયાના બેનર હેઠળ બનેલ આ ફિલ્મના પ્રોડ્યુસર છે અનુપ સોની. આ ફિલ્મનું શુટિંગ લગભગ પૂર્ણ થઇ ગયું છે અને ફિલ્મ ઓગસ્ટ ૨૦૨૩ આસપાસ રજુ થવાની ગણતરી છે.
Rangai Jaane – Gujarati Movie 2023