https://www.shemaroome.com/movies/mrugtrushna
જો દુનિયામાં દુખ, દર્દ કે ચિંતા ન હોય તો દુનિયા કેટલી સારી હોઈ શકે, જોકે આપણે સૌ જાણીએ છીએ કે આવી ઈચ્છા રાખવી એ મૃગ્ત્રુષણા સમાન છે. એટલે કે એક એવી આભાસી દુનિયા જે ક્યારેય હકીકત બની શકે નહિ. આવી જ દુનિયાની શોધમાં નીકળેલા ચાર બાળકોની વાર્તા એટલે રજુ થયેલ ગુજરાતી ફિલ્મ મૃગતૃષ્ણા. નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે યોજાતા ફિલ્મ ફેસ્ટીવલમાં નેમીનેશન અને એવોર્ડ જીતનારી આ ફિલ્મ ગયા વર્ષની બેસ્ટ ટોપ ટેન ફિલ્મમાં સ્થાન પામતા રહી ગયેલી. બની શકે કે આ ફિલ્મનું તમે નામ પણ ન સાંભળ્યું હોય, પરંતુ આ એક એવી ફિલ્મ છે જે જોઇને મોટીવેશન મળે, ખાસ તો દરેક બાળકને આ ફિલ્મ એકવાર જરૂર બતાવવી જોઈએ. સહપરિવાર માણવાલાયક આ ફિલ્મ તમે થીયેટરમાં તો નહિ જ જોઈ હોય એટલે પહેલા આ ફિલ્મના રીવ્યુ એકવાર જરૂર સાંભળી લેજો, અને જો આ ફિલ્મ જોવાની તમને ઈચ્છા થઇ હોય તો તમારા માટે એક ખુશ ખબર છે. હવે આ ફિલ્મ તમે ઘરે બેઠા જોઈ શકશો.
ક્યાં અને કેવી રીતે તો જવાબ સિમ્પલ છે. ગુજરાતી ભાષાના સૌથી મોટા OTT પ્લેટફોર્મ શેમાંરુમી પર આ ફિલ્મ ૧૬ ફેબ્રુઆરીના રોજ રીલીઝ થવાની છે. અને હા જો તમે શેમારુનું સબસ્ક્રીપશન ન ધરાવતા હો તો અત્યારે તમારા માટે એક ઓફર છે. ફિલ્મ રીવ્યુ ગુજરાતીના દરેક સબસ્ક્રાઈબને સ્પેશીયલ ડિસ્કાઉન્ટ અત્યારે આપવામાં આવ્યું છે. સ્ક્રીન પર દેખાતો કોડ યુઝ કરવાથી તમને ૨૫%નું ડિસ્કાઉન્ટ મળશે. હવે આમાં પણ એક ફાયદો એ છે કે એક સબસ્ક્રિપશનથી તમે ચાર અલગ અલગ ડીવાઈસમાં લોગઇન થઇ શકો છો. એટલે જો તમને એક વર્ષના ૫૦૦ રૂપિયા પણ વધારે લગતા હોય તો ચાર મિત્રો ભેગા મળી ફક્ત સવાસો રૂપિયાની નજીવી કીમતે અઢળક ગુજરાતી ફિલ્મો, નાટકો અને વેબસીરીઝની મજા માણી શકો છો. આટલા સસ્તામાં જયારે સબસ્ક્રિપ્શન મળતું હોય ત્યારે બને તો પાયરસીથી દુર રહો.
Mrugtrushna Gujarati Movie – 2022 Movie Review