ગયા વર્ષની સફળ ફિલ્મોમાં સ્થાન પામનારી ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’ બાદ નિર્માતા આનંદ પંડિત અને વૈશલ શાહ તેમના નવા પ્રોજેક્ટ ‘ત્રણ એક્કા’ ની જાહેરાત તો તેમને ફક્ત મહિલાઓ માટે ફિલ્મ સાથે કરી જ દીધી હતી અને હવે આ ફિલ્મનું મુહુર્ત ૧૩ ફેબ્રુઆરીના રોજ થઇ ગયું છે, એટલે કે શુટિંગ શરુ થઇ ચુક્યું છે. આ ફિલ્મ દ્વારા સફળ ફિલ્મો છેલ્લો દિવસ અને શું થયું ની ત્રિપુટી એટલે કે યશ સોની, મલ્હાર ઠાકર અને મિત્ર ગઢવી પોતાની હેટ્રિક પૂરી કરવા જઈ રહ્યા છે. ફિલ્મના આ ત્રણ એક્કા સાથે મુખ્ય હિરોઈન તરીકે કિંજલ રાજ્પ્રીયા, એષા કંસારા અને તર્જની ભાડલા સાથે હિતુ કનોડિયા, ચેતન દૈયા, અને પ્રેમ ગઢવી જેવા અનુભવી કલાકારો જોવા મળવાના છે.
ફિલ્મની સ્ટોરી ત્રણ માધ્યમ વર્ગના યુવાનો પર આધારિત છે, જેઓ પૈસા કમાવા માટે શોર્ટ કટ તો લે છે, પરંતુ ત્યારબાદ કેવી કેવી મુશ્કેલીઓનો તેમને સામનો કરવો પડે છે તે આ ફિલ્મમાં કોમેડી દ્વારા દર્શાવવામાં આવશે. ટૂંકમાં ફરી એકવાર ઇન્ડસ્ટ્રીના ત્રણ એક્કા પોતાના અભિનયથી આપણને હસાવવા આવી રહ્યા છે. આ ફિલ્મની વાર્તા પાર્થ ત્રિવેદી અને ચેતન દૈયા એ મળીને લખી છે. ફિલ્મના ડીરેક્ટર છે – રાજેશ શર્મા. ફિલ્મનું શુટિંગ શરુ થઇ ગયું છે અને જન્માષ્ટમી ૨૦૨૩ આસપાસ આ ફિલ્મ થીયેટરમાં રજુ થવાની છે.
Tron Ekka (3 Ekka) Gujarati Movie – 2023