Headlines

થ્રીલર લવસ્ટોરી ધરાવતી ગુજરાતી ફિલ્મ ‘મૌનમ’નું પોસ્ટર આવી ગયું છે.

થ્રીલર લવસ્ટોરી ધરાવતી એક ગુજરાતી ફિલ્મ આવી રહી છે જેનું નામ છે – મૌનમ. સિદ્ધિવિનાયક ફિલ્મસના બેનર હેઠળ બનેલ આ ફિલ્મની વાર્તા ત્રણ પાત્રો રાઘવ, મીરા અને ઇશાન આસપાસ હશે. આ ત્રણે પાત્રોમાં મુખ્ય કલાકારો તરીકે ભાવિક ભોજક, આંચલ શાહ અને મૌલિક ચૌહાણ જોવા મળશે. આ ત્રણ મુખ્ય કલાકારો સાથે આલોક ઠાકર, રુચિતા ચોથાણી અને બીજા ઘણા જાણીતા કલાકારો પણ હશે. ફિલ્મનું શુટિંગ પૂરું થઇ ગયું છે. આ ફિલ્મની સ્ટોરી ભાવિક ભોજકે લખી છે અને ડીરેક્ટર છે રવિ સચદેવ. ફિલ્મના પોસ્ટરમાં ભાવિક અને આંચલ જોવા મળી રહ્યા છે અને બેકગ્રાઉન્ડમાં હોસ્પિટલનો સેટઅપ જોવા મળી રહ્યો છે. હાલ ફક્ત ફિલ્મનું પોસ્ટર જ રજુ થયું હોવાથી ફિલ્મની સ્ટોરી ખરેખર શું હશે તે તો ટીઝર કે ટ્રેલર આવશે ત્યારે જ ખ્યાલ આવશે. આ ફિલ્મ ૨૦૨૩માં જ રજુ થવાની છે.

Maunam Gujarati Movie 2023 Official Poster

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *