ભમ’ જેવું વિચિત્ર નામ આ મ્યુઝીકલ ફિલ્મનું કેમ હશે તે સવાલ તો તમને થશે જ. આપણે ઘણીવાર સાંભળ્યું હશે કે માણસ નશાની હાલતમાં પોતાની સાનભાન ભૂલી બેઠો – એટલે કે ભમ થઇ ગયો. આવી જ રીતે જયારે માણસને પ્રેમનો નશો ચડે છે તો તે ભમ થઇ જાય છે. પોસ્ટર જોઇને ખ્યાલ આવી જ જાય છે કે ફિલ્મનો હીરો એક બેન્ડબાજા વાળો છે, જયારે હિરોઈન મ્યુઝીક લવર છે. હવે આ બંને વચ્ચે કેવી રીતે પ્રેમ થાય છે અને હીરો કઈ હદે ભમ થઇ જાય છે તે તો ટીઝર કે ટ્રેલર આવશે ત્યારે જ ખબર પડશે.
આ ફિલ્મમાં મુખ્ય કલાકારોમાં સંજય પ્રજાપતિ અને પ્રિયલ ભટ્ટ જોવા મળી રહ્યા છે. ફિલ્મના ડીરેક્ટર છે – સતીશ ડાવરા. ફિલ્મનું મ્યુઝીક તૈયાર કર્યું છે પાર્થ વ્યાસે અને ફિલ્મના પ્રોડ્યુસર છે ઘનશ્યામ તલાવીયા. આ ફિલ્મ ૨૦૨૩માં જ રજુ થવાની છે.
Bham Gujarati Movie 2023