ગયા વર્ષે (૨૦૨૨)માં બેક ટુ બેક ત્રણ ફિલ્મો નાડીદોષ, રાડો અને ફક્ત મહિલાઓ માટે માં યશ સોની જોવા મળ્યા. ત્રણે ફિલ્મોમાં એકબીજાથી અલગ પાત્રો ભજવીને યશ અત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટોચના અભિનેતા બની ગયા છે. નાડીદોષમાં લવરબોય, રાડોમાં એન્ગ્રીયંગ મેન અને ફક્ત મહિલાઓ માટે ફિલ્મમાં ક્યુટ કોમનમેનના પાત્રમાં યશ સોનીએ પોતાના અભિનયથી લોકોના દિલમાં અનેરું સ્થાન મેળવી લીધું છે. નાડીદોષ અને ફક્ત મહિલાઓ માટે બંને ફિલ્મો ગયા વર્ષની બ્લોકબસ્ટર ફિલ્મો રહી છે. જયારે રાડો ફિલ્મ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અત્યાર સુધીની સૌથી ખર્ચાળ ફિલ્મ હતી, જોકે રાડો ફિલ્મ બોક્સ ઓફીસ પર જોઈએ તેવી કમાણી કરી ન શકી, પરંતુ જેટલા દર્શકોએ એ ફિલ્મ જોયેલી તેમને ગમી હતી અને ખાસ તો યશનો એન્ગ્રીયંગ મેનનો અવતાર ખુબ ગમેલો.
આ વર્ષે (૨૦૨૩)માં પણ યશ સોની ધમાકો કરવા તૈયાર છે. આનંદ પંડિત મોશન પિક્ચર્સના બેનર હેઠળ બનેલ ફિલ્મ ‘ત્રણ એક્કા’માં યશ, મલ્હાર અને મિત્ર ગઢવીની ત્રિપુટી ‘છેલ્લો દિવસ’ અને ‘શું થયું’ બાદ ફરી એકવાર સાથે જોવા મળવાના છે. ‘ત્રણ એક્કા’ ફિલ્મ જન્માષ્ટમી ૨૦૨૩ એટલે કે ઓગસ્ટ મહિનામાં રીલીઝ થવાની છે. નાડીદોષ અને રાડોના ડીરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિક સાથે યશ ફરી એક નવી ફિલ્મમાં જોવા મળવાના છે જેનું નામ છે ‘ડેની જીગર’ આ ફિલ્મમાં યશ પોલીસ ઇન્સ્પેક્ટરના પાત્રમાં જોવા મળવાના છે. આ ફિલ્મનું શુટિંગ પૂર્ણ થઇ ગયું છે, પરંતુ હજુ રીલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી. જોકે ફિલ્મ ૨૦૨૩માં જ જોવા મળશે એ ફાઈનલ છે. બે ફિલ્મો સિવાય યશ સોની એક વેબસીરીઝમાં પણ જોવા મળવાના છે જેનું નામ છે ‘મિસિંગ’. દીક્ષા જોશી સાથેની આ સીરીઝ ઓહો ગુજરાતી પર રજુ થવાની છે. આ સીરીઝ ગયા વર્ષે જ દશેરા આસપાસ રીલીઝ થવાની હતી, પરંતુ પોસ્ટ પ્રોડક્શનનું કામ બાકી હોવાથી હવે આ સીરીઝ લગભગ મે અથવા જુન ૨૦૨૩માં જોવા મળી રહેશે.
Yash Soni’s Upcoming Gujarati Movies & Web Series