મલ્હાર ઠાકર અને મોનલ ગજ્જર અભિનીત ગુજરાતી ફિલ્મ ‘શુભ યાત્રા’નું ટ્રેલર રજુ થઇ ગયું છે. ટ્રેલરની લંબાઈ 2 મિનીટ 21 સેકંડ છે.
આ ફિલ્મ સાઉથના સુપરસ્ટાર વિજય સેથુપતીની ફિલ્મ ‘આનંદવન કઠ્ઠલાઈ’ ની ઓફિસિયલ રીમેક છે. એટલે જેમણે ‘આનંદવન કઠ્ઠલાઈ’ની હિન્દી ડબ ફિલ્મ ‘પપ્પુ પાસપોર્ટ જોઈ હશે તેના માટે વાર્તા નવી નથી.
ટ્રેલર પરથી ફિલ્મની સ્ટોરી વિષે વાત કરીએ તો, મોહન પટેલ અને તેનો મિત્ર હાર્દિક અમેરિકા જઈ પૈસા કમાવવા માંગે છે, કારણકે મોહનને ગામમાં ઉધારી ચડી ગઈ છે. સીધે સીધી રીતે અમેરિકા જવું આ બંને માટે શક્ય ન હોવાથી શહેરમાં જઈ તેઓ એક એજન્ટની મદદ લે છે. એ જ દરમિયાન એક લેડી પ્રેસ રિપોર્ટર ઈલીગલ અમેરિકા જતા લોકોની સ્ટોરી પર કામ કરી રહી છે. હવે મોહન અને હાર્દિકની સ્ટોરી આ રિપોર્ટર સાથે કઈ રીતે સંકળાય છે અને ફાઈનલી આ બંને મિત્રો અમેરિકા જઈ શકે છે કે નહિ તે જાણવા આપણે આ ફિલ્મ જોવી જોઈએ.
ટ્રેલર જોઇને એટલું તો ચોક્કસ કહી શકાય કે ફિલ્મની પ્રોડક્શન વેલ્યુ ઘણી સારી છે, મલ્હારનો લુક પણ ફિલ્મમાં સારો લાગી રહ્યો છે. ફિલ્મમાં જોવા મળતા બીજા કલાકારો પણ દમદાર છે અને ખાસ તો ફિલ્મનું મ્યુઝીક ઈમ્પ્રેસ કરે તેવું છે. હવે ઓરીજીનલ ફિલ્મની સાથે સીધી સરખામણી કરીએ તો ફિલ્મની સ્ટોરી લગભગ તો સેમ ટુ સેમ જ હશે એવું ટ્રેલર પરથી લાગી રહ્યું છે, બસ હવે જોવાનું એ છે કે મલ્હાર અને મોનલનો જે ટ્રેક છે એને ફિલ્મમાં કઈ રીતે દર્શાવવામાં આવ્યો છે, કેમકે એ બાબત ટ્રેલરમાં ખાસ કાઈ જોવા મળ્યું નથી.
ઓવરઓલ ફિલ્મનું ટ્રેલર ઈમ્પ્રેસ કરે તેવું તો છે જ, અને ફિલ્મ પારિવારિક મનોરંજન કોમેડી ધરાવતી હોવાથી દર્શકો ખાસ તો મલ્હારના ચાહકો આ ફિલ્મને વધાવી લેશે એવું લાગી રહ્યું છે. તમે શુભ યાત્રા નું ટ્રેલર જોઈ લીધું હોય તો કેવું લાગ્યું તે કમેન્ટ કરી જણાવો.
Shubh Yatra – Gujarati Movie Official Trailer & Review