સસ્પેન્સ થ્રીલર ગુજરાતી ફિલ્મ હેલ્લોનું ટ્રેલર આવી ગયું છે, લગભગ પોણા બે મિનીટના ટ્રેલર પરથી ફિલ્મ કેવી હશે તે જાણીએ.
ફિલ્મની સ્ટોરી વિષે વાત કરીએ તો ત્રણ ટીનેજર દોસ્તો મજાક મજાકમાં અજાણ્યા લોકોને કોલ કરી હેરાન કરતા રહે છે. આવા જ એક અજાણ્યા કોલને કારણે તેઓ મુસીબતમાં ફસાઈ જાય છે. લગભગ એવું લાગી રહ્યું છે કે એન્કાઉન્ટર સ્પેશીયાલીસ્ટ પોલીસ ઓફિસરને જ તેઓ ભૂલમાં કોલ કરી બેસે છે. જોકે ટ્રેલર પરથી સ્ટોરીનો વધારે ખ્યાલ આવતો. પરંતુ એક યુવાનનું ખૂન થાય છે અને પોલીસ તપાસ પણ ચાલી રહી છે, જેમાં આ ત્રણે મિત્રો સંડોવાઈ જાય છે. ખૂન કોનું થયું અને શા માટે થયું તે તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે.
જયેશ મોરે અને દર્શન પંડ્યા જેવા ધુરંધર કલાકારો આ ફિલ્મ માટે પ્લસ પોઈન્ટ સાબિત થશે. ટ્રેલર પરથી ફિલ્મની સિનેમેટોગ્રાફી, એડીટીંગ, બીજીએમ અને ઓવરઓલ પ્રોડક્શન વેલ્યુ સારી લાગી રહી છે. યુવાનોની મજાક કરવાની આદતને કારણે ઉભી થતી મુશ્કેલીઓના સંદેશ સાથે ફિલ્મમાં સસ્પેન્સ સારું એવું હશે એવું તો લાગી રહ્યું છે. ફિલ્મના ડીરેક્ટર છે નીરજ જોશી. જેમને આવી સસ્પેન્સ ફિલ્મો બનાવવાનો સારો અનુભવ છે. ફિલ્મ ત્રીજી માર્ચના રોજ રીલીઝ થવાની છે હવે જોવાનું એ રહે છે.
Hello Gujarati Movie 2023